વીર ભૂપતસિંહ
|
રાજાશાહી વખતનું નાનકડું એવું રજવાડું, ભંકોડા ગામ. સૌ પ્રથમ આશરે ૨૫૦ વર્ષ પહેલા આ ગામનું તોરણ
વાઘરીઓએ બંધાવેલું. વાઘરી સમાજમાં “ભકુડી” વાઘરણના નામ પર થી આ ગામનું નામ ભંકોડા પડેલું. એવી લોકકથા છે.
વર્ષો પછી આ ગામ નાનું રજવાડું “ભંકોડા સ્ટેટ”
તરીકે પ્રસિદ્ધ થયું. જેનો બાર ગામનો જાગીરદાર વીર
ભૂપતસિંહ કાનાજી સોલંકી જે આ ગામનો વતની હતો.
વીર ભૂપતસિંહ બહાદૂર, ટેકીલો, નેકીલો અને
હિંમતવાન હતો.જેની આજે પણ પ્રસંસા થાય જેની ઈતિહાસ સાક્ષી પૂરે છે.
એ સમયમાં કડીમાં બાદશાહ મલ્હાવરાવનું રાજ્ય ચાલે મલ્હાવરાવ
પણ બહાદૂર અને હિંમતવાન રાજા હતો.સમય જતા તેની રાણીબાને પારણીયું બંધાયું. બાદશાહ
મલ્હાવરાવે તેની દાસીને હોરવાડની બજારમાં ગાંધીની દુકાનેથી સૂંઠ લાવવા કહ્યું .દાસીએ
વોરાજીની દુકાને જઈ કહ્યું કે , “વોરાજી અમારા રાણીબાને પારણીયું બંધાયું છે તો
સારી સારી સૂંઠ આપો.” એમ અમારા બાદશાહે કહેવડાવ્યું છે. ત્યારે વોરાજીએ કહ્યું કે
સારી સૂંઠ તો નથી . તો દાસી કહે આમારા બાદશાહનો હુકમ છે . સારી સૂંઠ આપો . તો
વોરાજી એ કહ્યું કે દસીબાઈ આ મલકની સારી સૂંઠ તો ભંકોડાના ભૂપતસિંહની માં ખાઈ ગઈ
સળેલી–બળેલી પડી છે લેવી હોય તો લઇ જા .અને દાસી સૂંઠ લીધા વિના પછી ગઈ. મહારાજા મલ્હાવરાવને વાત કરી. સત્તાના મદમાં અંધ
બાદશાહ ચિડાયો અને સૈનિકોને મોકલી કડીના વોરાજીને પકડી કાળકોટડીમાં પૂરી દીધા.
કાળ કોટડીમાં પુરાયેલા વોરજીએ કાસદ મારફત
ભંકોડાના ભુપતસિંહને ચિઠ્ઠી મોકલી , “બાપુ આપના વખાણ કરતાં મારે કાળ કોટડીમાં
પુરાવું પડ્યું છે.” કાસદ ચિઠ્ઠી લઇ ભંકોડાના રાજદરબારમાં આવ્યો અને તરતજ વીર
ભુપતસિંહે તેના ગણ્યા ગાંઠ્યા સૈનિકો લઇ કડી પર ચડાઈ કરી.
“ કડી સોસરા કાઢીયા , હેમર
ત્રણ હાજર ,
જાણે બાપુ તણી બજાર, ભલે ભીડી ભૂપતા .”
આમ ત્રણ હાજર ઘોડેસવાર ચઢાઈ કરી કડીને ધમરોળી
વાળ્યું અને મલ્હાવરાવને મહાત કરી , હોરજીને છોડાવ્યા. [સ્ત્રોત :- ગ્રામજનો પાસેથી સાંભળેલી લોકકથા
, સંકલન:-ભંકોડા પ્રાથમિક શાળા]