સોમવાર, 16 એપ્રિલ, 2018

@ઈનામ વિતરણ કાર્યક્રમ@

ભંકોડા પ્રાથમિક શાળા,તા.દેત્રોજ,જિ. અમદાવાદ
           દર વર્ષે અમારી શાળામાં 15 મી ઓગષ્ટના દિવસે તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરતા દાતાશ્રી સોલંકી હંસાબા ભુપેન્દ્રસિંહ એ  શાળાવિકાસ કર્યો, શાળાની શૈક્ષણિક પ્રગતિ અને શાળાની વિવિધ સિદ્ધિઓથી  ખુશ થઈ આજ રોજ તા.16/4/2018ને સોમવારે શાળામાં રૂબરૂ આવી
 શાળાના બાળકોને સ્કૂલ બેગ આપી પ્રોત્સાહિત કર્યા અને શાળાને વિવિધ 30 જેટલા પુસ્તકોનું દાન કર્યું.
  આ પ્રસંગે દાનની સરવાણી વહાવનાર દાતાશ્રીનું શિક્ષકશ્રી કિરણબેન પરમાર દ્વારા પુષ્પ ગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી યોગેશભાઈ પટેલ દ્વારા ગીતા સાર પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું.
 @ દાતાશ્રી દ્વારા અગાઉ પ્રથમ સત્રની શરૂઆતમાં અમારી શાળાના બાળકોને લેશન ડાયરી, કંપાસ બોક્સનું દાન કરવામાં હતું.

"""""પડા રહેગા માલ ખજાના, છોડ કે સબ અકેલા જાના હૈ,
તો કર દાન અભી સે પ્યારે ફિર પછતાના હૈ."""""
પરબે સૌ પાણી પીવા આવે છે,
વિદ્યાલયમાં સૌ ભણવા આવે છે,
પક્ષીઘરમાં પક્ષીઓ દાણા ચરવા આવે છે,
 હંસાબા જેવા દાતાશ્રી અમારી શાળામાં કંઈક નિર્માણ કરવા આવે છે.
THANKS .....
દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર...અભિનંદન.... અને  ધન્યવાદ...💐💐