રવિવાર, 15 સપ્ટેમ્બર, 2019

ખેલ મહાકુંભ-૨૦૧૯-૨૦


ગત વર્ષે તાલુકાકક્ષાએ પોઈન્ટ ટેબલમાં દ્રિતીય સ્થાન પ્રાપ્ત કર્યા બાદ ચાલુ વર્ષે પણ ભંકોડા પ્રાથમિક શાળાની યશકલગીમાં વધુ એક સોનેરી પીંછુ ઉમેરાયું.
તાલુકા કક્ષાના ખેલમહાકુંભમાં શાળાના 39 વિદ્યાર્થીઓ વિજેતા બની જિલ્લા કક્ષાના ખેલમહાકુંભમાં તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.
🏆 ચેસ - સોલંકી વિષ્ણુભા ફતુભા અંડર ૧૧ 🥇 પ્રથમ
🏆 ચેસ - ઠાકોર અર્પિતા ભીખાજી અંડર ૧૧ 🥇 પ્રથમ
🏆 ચેસ-સોલંકી રાજદીપસિંહ ભરતસિંહ-અંડર ૧૪🥇 પ્રથમ
🏆 યોગાસન -ઠાકોર નયન રમેશજી - અંડર૧૪ -🥇પ્રથમ
🏆૧૫૦૦ મીટર દોડ-ઝાલા મિત્રરાજસિંહ તેજુભા-અંડર ૧૭🥇પ્રથમ
🏆૧૦૦ મીટર દોડ -ઝાલા કોમલબા રણધીરસિંહ-અંડર ૧૪ 🥇પ્રથમ
🏆૨૦૦ મીટર દોડ-ઠાકોર ગાયત્રીબેન બેચરજી -અંડર ૧૪ 🥇પ્રથમ
🏆૪૦૦ મીટર દોડ-ઝાલા કોમલબા રણધીરસિંહ-અંડર ૧૪🥇પ્રથમ
🏆૬૦૦ મીટર દોડ-ઠાકોર ભાવનાબેન ભગાજી-અંડર ૧૪🥇પ્રથમ
🏆લાંબીકૂદ-ઠાકોર ગાયત્રીબેન બેચરજી- અંડર-૧૪🥇પ્રથમ
🏆ઊંચીકૂદ -ઠાકોર સેજલબેન કાળુજી-અંડર ૧૪🥇પ્રથમ
🏆૩૦ મીટર દોડ-સોલંકી દુર્ગાબા ચમનસિંહ-અંડર ૯🥈દ્વિતીય
🏆૪૦૦ મીટર દોડ-ઝાલા રવિરાજ રણધીરસિંહ-અંડર ૧૪🥈દ્વિતીય
🏆૬૦૦ મીટર દોડ-ઠાકોર કાર્તિકજી ચેહરાજી-અંડર ૧૪🥈દ્વિતીય
🏆ઊંચીકૂદ - ઝાલા કૃષ્ણપાલ રણજીતસિંહ-અંડર ૧૪🥈દ્વિતીય
🏆૧૦૦ મીટર દોડ-ઝાલા મિત્રરાજસિંહ તેજુભા-અંડર ૧૭🥈દ્વિતીય
🏆વોલીબોલ - ભંકોડા કુમાર ટીમ - અંડર ૧૪ 🥈 દ્વિતીય
🏆વોલીબોલ - ભંકોડા કન્યા ટીમ - અંડર ૧૪ 🥈 દ્વિતીય
🏆૨૦૦ મીટર દોડ-ઠાકોર આનંદ રાજુજી-અંડર ૧૪🥉તૃતીય
🏆સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ-સોલંકી તુષાલ હરિચંદ્રસિંહ-અંડર ૧૧🥉તૃતીય
🏆ચેસ - મકવાણા ભૌમિક કૌશિકભાઈ - અંડર ૧૧ 🥉 તૃતીય
🏆ચેસ - સોલંકી તનીક્ષા ભાઈલાલભાઈ - અંડર ૧૪ 🥉 તૃતીય
જિલ્લા કક્ષાની રમતોત્સવ સ્પર્ધા માટે ભંકોડા પ્રાથમિક શાળા પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.💐🏆💐..




રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં ગાયત્રીની લાંબી કૂદ

   









સોમવાર, 13 મે, 2019

ખેલ મહાકુંભ-૨૦૧૮

ખેલ મહાકુંભ-૨૦૧૮
ભંકોડા પ્રાથમિક શાળાની યશકલગીમાં વધુ એક સોનેરી પીંછુ ઉમેરાયું.
તાલુકા કક્ષાના ખેલમહાકુંભ શાળાના 23 વિદ્યાર્થીઓ વિજેતા બની જિલ્લા કક્ષાના ખેલમહાકુંભમાં તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.
🏆સોલંકી યશરાજસિંહ સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ અંડર૧૧ 🥇 પ્રથમ
🏆 રાજદીપસિંહ સોલંકી ચેસ અંડર૧૧ 🥇 પ્રથમ
🏆 જશોદાબા સોલંકી ચેસ અંડર૧૪ 🥇 પ્રથમ
🏆 નયન ઠાકોર યોગાસન અંડર૧૪ 🥇 પ્રથમ
🏆કુલદીપસિંહ સોલંકી ઉંચીકુદ અંડર૧૪ 🥇 પ્રથમ
🏆ગાયત્રીબેન ઠાકોર ઉંચીકુદ અંડર૧૪ 🥇 પ્રથમ
🏆મિત્રરાજ ઝાલા ૬૦૦મી દોડ અંડર૧૪ 🥇 પ્રથમ
🏆શાંતિબા સોલંકી ૬૦૦મી દોડ અંડર૧૪ 🥇 પ્રથમ
🏆કોમલબા ઝાલા ૪૦૦મી દોડ અંડર૧૪ 🥇 પ્રથમ
🏆રવિરાજસિંહ ઝાલા ૪૦૦મી દોડ અંડર૧૪ 🥈 દ્વિતીય
🏆જયવીરસિંહ સોલંકી લાંબી કૂદ અંડર૧૪ 🥈 દ્વિતીય
🏆વિક્રમજી ઠાકોર ૪૦૦મી દોડ અંડર૧૪ 🥉 તૃતીય
🏆ચેતનાબા સોલંકી ૪૦૦મી દોડ અંડર૧૪ 🥉 તૃતીય
🏆મિત્રરાજ ઝાલા ૧૦૦મી દોડ અંડર૧૪ 🥉 તૃતીય
🏆સજ્જનબેન રાવળ ગોળાફેંક અંડર૧૪ 🥉 તૃતીય
જિલ્લા કક્ષાની રમતોત્સવ સ્પર્ધા માટે ભંકોડા પ્રાથમિક શાળા પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.💐🏆💐..






સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર

@15/8/2018@
૭૨ માં સ્વાતંત્ર દિને શ્રી આર.સી.ફળદુ માનનીય મંત્રીશ્રી, કૃષિ,મત્સ્યોદ્યોગ અને અમદાવાદ જિલ્લા કલેટરશ્રી દ્વારા અમારી ભંકોડા પ્રાથમિક શાળાને જિલ્લા કક્ષાનો સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.




બાળ સંસદ

ટેકનોલોજી ના માધ્યમ દ્વારા શાળા પંચાયત ચૂંટણી.
આજ રોજ અમારી શાળામાં બાળ સંસદનુ આયોજન કરવામા આવ્યુ હતું.જેમાં તારીખ 6/7/2018ના રોજ જાહેરનામું બહાર પાડી શાળા પંચાયત ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો.ત્યારબાદ એક સપ્તાહ સુધી ઉમેદવારી ફોર્મથી લઇને રીઝલ્ટ જાહેર કરવાની તમામ વિધી વિશે શાળાના શિક્ષકશ્રી Vipul Prajapati (ચૂંટણી અધિકારી) દ્વારા ખુબ જ ઉંડાણપુર્વકનુ આયોજન કરવામા આવ્યુ. આ સમગ્ર પ્રક્રિયામા અમારી શાળાના મુખ્ય શિક્ષકશ્રી Yogesh Patel દ્વારા ડિઝિટલ ટેકનોલોજીનો ખુબ જ સરસ ઉપયોગ કરવામા આવ્યો. મત આપવા માટે મત કુટીરમા તરીકે શાળાનો જ્ઞાનકુંજ રૂમ(સ્માર્ટક્લાસ) પસંદ કરવામાં આવ્યો. જેમા દરેક બાળક વારાફરતી પોતાને મન પસંદ ઉમેદવારની સામે ક્લિક કરી પોતાનો મત ONLINE આપી શકે તેવી વ્યવસ્થા કરવામા આવી હતી. આજે આ ચુંટણી નુ પરીણામ અમે માત્ર એક જ ક્લિક દ્વારા જાહેર કરવામાં આવ્યું.આવતીકાલે મહામંત્રી અને મંત્રીમંડળની શપથવિધિ કરવામાં આવશે.
આ અગાઉ બાલ ઉમેદવારોને પ્રોત્સાહિત કરવા ONLINE મોકપાલ કાર્યમાં અમારા તાલુકાના શિક્ષણાધિકારીશ્રી,BRCસાહેબશ્રી,CRCસાહેબશ્રીઓ,મુખ્યશિક્ષકશ્રીઓ તથા શિક્ષકશ્રીઓને અમારા બાલ ઉમેદવારોને પ્રોત્સાહિત કરવા આમંત્રિત કરેલ. જેમાં કુલ 128 શિક્ષણવિદ દ્વારા મોકપાલ થયેલ.આમ શાળામાં થયેલ ચૂંટણી પક્રિયામાં ટેકનોલોજીના માધ્યમથી તાલુકાના શિક્ષણ વિભાગ પણ જોડાવાથી શાળાપરિવાર હર્ષની લાગણી અનુભવે છે.











બાળમેળો

તસ્વીર બોલે છે......
બાલમેળો @ ભંકોડા પ્રાથમિક શાળા
ગ્રામજનો અને વાલીઓનો ખૂબ ખૂબ આભાર જેમણે મોટી સંખ્યામાં મુલાકાત લઈ બાળકોને પ્રોત્સાહિત કર્યા
બાલમેળામાં વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો જેમકે
વિવિધ ખાણી પીણી વસ્તુના સ્ટોલ
ભેળ, પકોડી, મસાલા છાસ, ફ્રૂટ ડિસ, જામ્બુનું વેચાણ, સ્ટેશનરીના સ્ટોલ વગેરે જેના દ્વારા વ્યવસાયિક ગુણો અને નફો નુકશાન ની સમજ અને ગણતરી
ચીટક કામ, છાપકામ, રંગ પુરણી, માટીકામ
જીવન ઉપયોગી કૌશલ્યો જેની રોજિંદા જીવનમાં જરૂર છે જેમકે
કુકર ખોલતા અને બંધ કરાતા શીખવું, ફ્યુઝ બાંધતા શીખવું, ઈસ્ત્રી કરતા શીખવું, બટન ટાંકતા શીખવું,
ઇતિહાસની સફરે નામનો વિભાગ
વ્યસન મુક્તિ વિભાગ