ટેકનોલોજી ના માધ્યમ દ્વારા શાળા પંચાયત ચૂંટણી.
આજ રોજ અમારી શાળામાં બાળ સંસદનુ આયોજન કરવામા આવ્યુ હતું.જેમાં તારીખ 6/7/2018ના રોજ જાહેરનામું બહાર પાડી શાળા પંચાયત ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો.ત્યારબાદ એક સપ્તાહ સુધી ઉમેદવારી ફોર્મથી લઇને રીઝલ્ટ જાહેર કરવાની તમામ વિધી વિશે શાળાના શિક્ષકશ્રી Vipul Prajapati (ચૂંટણી અધિકારી) દ્વારા ખુબ જ ઉંડાણપુર્વકનુ આયોજન કરવામા આવ્યુ. આ સમગ્ર પ્રક્રિયામા અમારી શાળાના મુખ્ય શિક્ષકશ્રી Yogesh Patel દ્વારા ડિઝિટલ ટેકનોલોજીનો ખુબ જ સરસ ઉપયોગ કરવામા આવ્યો. મત આપવા માટે મત કુટીરમા તરીકે શાળાનો જ્ઞાનકુંજ રૂમ(સ્માર્ટક્લાસ) પસંદ કરવામાં આવ્યો. જેમા દરેક બાળક વારાફરતી પોતાને મન પસંદ ઉમેદવારની સામે ક્લિક કરી પોતાનો મત ONLINE આપી શકે તેવી વ્યવસ્થા કરવામા આવી હતી. આજે આ ચુંટણી નુ પરીણામ અમે માત્ર એક જ ક્લિક દ્વારા જાહેર કરવામાં આવ્યું.આવતીકાલે મહામંત્રી અને મંત્રીમંડળની શપથવિધિ કરવામાં આવશે.
આ અગાઉ બાલ ઉમેદવારોને પ્રોત્સાહિત કરવા ONLINE મોકપાલ કાર્યમાં અમારા તાલુકાના શિક્ષણાધિકારીશ્રી,BRCસાહેબશ્રી,CRCસાહેબશ્રીઓ,મુખ્યશિક્ષકશ્રીઓ તથા શિક્ષકશ્રીઓને અમારા બાલ ઉમેદવારોને પ્રોત્સાહિત કરવા આમંત્રિત કરેલ. જેમાં કુલ 128 શિક્ષણવિદ દ્વારા મોકપાલ થયેલ.આમ શાળામાં થયેલ ચૂંટણી પક્રિયામાં ટેકનોલોજીના માધ્યમથી તાલુકાના શિક્ષણ વિભાગ પણ જોડાવાથી શાળાપરિવાર હર્ષની લાગણી અનુભવે છે.