સોમવાર, 13 મે, 2019

બાળમેળો

તસ્વીર બોલે છે......
બાલમેળો @ ભંકોડા પ્રાથમિક શાળા
ગ્રામજનો અને વાલીઓનો ખૂબ ખૂબ આભાર જેમણે મોટી સંખ્યામાં મુલાકાત લઈ બાળકોને પ્રોત્સાહિત કર્યા
બાલમેળામાં વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો જેમકે
વિવિધ ખાણી પીણી વસ્તુના સ્ટોલ
ભેળ, પકોડી, મસાલા છાસ, ફ્રૂટ ડિસ, જામ્બુનું વેચાણ, સ્ટેશનરીના સ્ટોલ વગેરે જેના દ્વારા વ્યવસાયિક ગુણો અને નફો નુકશાન ની સમજ અને ગણતરી
ચીટક કામ, છાપકામ, રંગ પુરણી, માટીકામ
જીવન ઉપયોગી કૌશલ્યો જેની રોજિંદા જીવનમાં જરૂર છે જેમકે
કુકર ખોલતા અને બંધ કરાતા શીખવું, ફ્યુઝ બાંધતા શીખવું, ઈસ્ત્રી કરતા શીખવું, બટન ટાંકતા શીખવું,
ઇતિહાસની સફરે નામનો વિભાગ
વ્યસન મુક્તિ વિભાગ